Posted by: Bagewafa | ઓક્ટોબર 13, 2011

ગઝલ:ગજબની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા

મેં કહાં રુકતાહું  અર્શો ફર્શ કી આવાજ સે

 જાના હૈ મુજકો દૂર કહીં હદે પરવાઝ સે.

                                          —ઇકબાલ

ગજબની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા

 

આ જગતમાં તું ખુદાનો રાઝ છે,

હે સમય તુજ પર મને વિશ્વાસ છે.

 

રંક -રાયો છે બધા તુજ ઠોકરે,

લઠ મહીં તારી ન કો’ આવાજ છે.

 

એ નદીઓ પી જતો લાખો અહીં,

આ સમુંદરની ગજબની પ્યાસ છે.

 

ચીતરી જીવંત કરે આકાશને,

અનગણિત રંગોળી એની પાંસ છે.

 

કેટલી મીના વફા સંઘરી અહીં,

છે ગળું તો એક સો સો પ્યાસ છે

Advertisements

Responses

  1. હે સમય તુજ પર મને વિશ્વાસ છે…vaah…


શ્રેણીઓ