Posted by: Bagewafa | ઓક્ટોબર 6, 2011

ગઝલ::બાળપણની શોધમાં—મુહમ્મદઅલી વફા

Desert

બાળપણની શોધમાં—મુહમ્મદઅલી વફા

 

 

આ મૃગજળોની દોડ છે, બળતાજ રણની શોધમાં,

ભટકી જવાના રણ બધા મારા હરણની શોધમાં.

 

આ રેતના પગલા બધા-  થૈ રેત એ ઊડી જશે,

આ કૈસ છે મુઝવણ મહીં એના ચરણની શોધમાં.

 

શોધે બધા ખુદને અહીં રસ્તા અને વગડા મહીં,

જો ને નદી પણ  નીકળી કોઈ ઝરણની શોધમાં.

 

વરસો થકી એછે મુસાફર ના મળી મંઝિલ કહીં,

આ જિંદગી બુઢ્ઢી થઈ કો’બાળપણની શોધમાં

 

આવી જશે એતો વફા, જયાં પણ હશે અસ્તિત્વ તુજ,

ખોટા નહીં ફર્યા કરો  ખુદના મરણની શોધમાં.

 

કૈસ=મજનુ


Responses

  1. Mr. Vafa

    you may like this site.

    http://www.mahakta-aanchal.com.co.in/

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  2. Thankyou very much Bhai shree Ken
    I am equally proud of my mother tongue along with the script like you.
    It is an attempt to keep it alive in North America.
    I have got a Hindi_Urdu blog — -www.bagewafa.wordpress.com
    I appreciate your spirit for our scipt and language.
    Muhammedali Wafa

  3. Mr. Vafa
    You have very good poetic mind.
    You may open a blog in Hindi section to promote Gujarati Lipi.

    ભીની રેત ને રણ કરી તે સૂરજ ના કરતૂત,
    મૃગજળ-એ તો સુકાયેલ દરિયા કેરુ ભૂત!………………….ગુરુદત્ત ઠક્કર.

    છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
    ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે……‘સૂફી’ પરમાર

    સંસારીનું સુખ એવું ઝાંઝવા ના નીર જેવું
    એને તુચ્છ કરી ફળીયેરે મોહન પ્યારા ……………………..મીરાબાઈ

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    http://kenpatel.wordpress.com/
    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.
    http://saralhindi.wordpress.com/

  4. Thankyouvery much Doctor Sahib for your very kind remarks.
    Muhammedali Wafa

  5. My salutes to Shri Mohammadbhai,

    What a gazal. Each share is profound and original. You are gifted with words and similies. My favorite share are the following.

    શોધે બધા ખુદને અહીં રસ્તા અને વગડા મહીં,
    જો ને નદી પણ નીકળી કોઈ ઝરણની શોધમાં.

    વરસો થકી એછે મુસાફર ના મળી મંઝિલ કહીં,
    આ જિંદગી બુઢ્ઢી થઈ કો’બાળપણની શોધમાં

    Professor Dinesh O. Shah, Shah-Schulman Nanotechnology Center, D.D. University,
    Nadiad, Gujarat, India


શ્રેણીઓ

%d bloggers like this: