Posted by: Bagewafa | જુલાઇ 20, 2011

ગઝલ:મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા

મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા

અમોને જીવી જવાની  ઉતાવળ

સમયને વીતી જવાની  ઉતાવળ

 

હજી રંગો ખૂશ્બુ લાગી નહીં ત્યાં

ગુલોને મહકી જવાની  ઉતાવળ

 

ફરે  પાંખે  નાજુક સ્પંદો  પળે પળ

વિહગને ઊડી જવાની  ઉતાવળ

 

સમુંદર મંઝિલ રહી છે નદીની

ખડકથી દોડી જવાની  ઉતાવળ

 

જરા લાગ્યો પ્રેમનો રોગ એને

રણોમાં ભટકી જવાની  ઉતાવળ

 

દરદના ફૂલો હજી મ્હોરતાં’તા

હ્રદયને ભડકી જવાની  ઉતાવળ

 

વફા આ કોયલ અજબ લાગણીની

દરદમાં ટહુકી જવાની  ઉતાવળ


Responses

  1. વફા આ કોયલ અજબ લાગણીની
    દરદમાં ટહુકી જવાની ઉતાવળ

    સુંદર રચના !
    ગઝલના દરેક શેર દિલને સ્પર્શી ગયા.

  2. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ


શ્રેણીઓ

%d bloggers like this: