Posted by: Bagewafa | જુલાઇ 2, 2011
ગઝલ: રણ પણ લખી દો-મુહમ્મદઅલી વફા
રણ પણ લખી દો-મુહમ્મદઅલી વફા
અહીં પણ લખી દો તહીં પણ લખી દો
અને કૂદકો મારી હરણ પણ લખી દો
ચમકતા કણાં રેત ભાસે મૃગજળ
કલમથી શરમમાં ચરણ પણ લખી દો.
જિવનને લખી દો બડા ઠાઠ માઠે
અને મન બગાડી મરણ પણ લખી દો
નદી ચીતરી છે સમુંદર મુખે પણ
અને નોંધમાં એક રણ પણ લખી દો
વફા હો મુકદ્દરમાં મળે એટલું બસ
કદી મણ લખી દો કદી કણ લખી દો
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
આપના પ્રતિભાવ