Posted by: Bagewafa | જૂન 1, 2011

ગઝલ:તિરાડ આ પૂરાય ના—મુહમ્મદઅલી વફા

તિરાડ આ પૂરાય ના—મુહમ્મદઅલી વફા

 

દિલ તણી તિરાડ તો પૂરાય ના

 આયનો તૂટેલ    છે સંધાય ના 

 

છો પડે એ તીર આઘું લક્ષ થી

આ નયનનાં બાણતો સહેવાય ના

 

શબ્દ તો ચારો તરફ ગુંજી રહે

મૌનનું આ દર્દ ક્યાં પડઘાય ના

 

શોર છે આ કેટલો  જીવન તણો

હક તણી કોઈ અઝાં સંભળાય ના

 

વેદનાના પા’ણ છે હૈયા ઉપર

દર્દ આ કહેવાય ના સહેવાય ના

 

આપણી મરજી વફા  ત્યાં ક્યાં રહી

મોત ને રોકાય ના- જીવાય ના

 

અઝાં= અઝાન, બાંગ  , પૂકાર    


શ્રેણીઓ

%d bloggers like this: