Posted by: Bagewafa | મે 2, 2011

ગઝલ:શણગારવાનું બંધ કરો—મુહમ્મદઅલી વફા

શણગારવાનું બંધ કરો—મુહમ્મદઅલી વફા

  

દર્દને  શણગારવાનું  બંધ કરો

દિલ દહન વ્યહવારવાનું બંધ કરો

 

બાગને કાંટાળવાનું બંધ કરો

પુષ્પને વણજારવાનું બંધ કરો

 

આપનું ઘર પણ અમારા સંગ મહીં

આગનું ભડકાવવાનું બધ કરો.

 

આંખમાં રાખો જરા ભીની મ્હેક

હોઠને થડકારવાનું   બંધ  કરો

 

દિલ ધડકતું  યાદમાં છોને રૂએ

શ્વાસ ને ગરમાવવાનું બંધ  કરો

 

એ બધા કિસ્સા હવે યારો જૂના

વેદના મમળાવવાનું બંધ  કરો

 

મૌનના રૂપે ફરી હોઠે ઊગે

શબ્દને ધરબાવવાનું બંધ કરો

 

ભેદ પાછો ખોલવો ના હોઈ તો

હા હવે શરમાવવાનું બંધ કરો

 

આંખ છે! ભીની વફા થૈ જાઈ પણ

આ નયન  નીતારવાનું બંધ  કરો

Advertisements

Responses

  1. enjoyed! loved the way you have described ‘ aankh’ and ‘hoth’ in different ways.
    આંખમાં રાખો જરા ભીની મ્હેક

    શ્વાસ ને ગરમાવવાનું બંધ કરો

  2. આંખ છે! ભીની વફા થૈ જાઈ પણ
    આ નયન નીતારવાનું બંધ કરો…સુંદર…


શ્રેણીઓ