Posted by: Bagewafa | એપ્રિલ 22, 2011

ગઝલ:કरुણાનો સમંદર છે—મુહમ્મદઅલી વફા

કरुણાનો સમંદર છે—મુહમ્મદઅલી વફા

 

  

અમે જેવા અહીં બાહર , ભલા તેવાજ અંદર છે,

અમારી પાસ તો આખો કरुણાનો સમંદર છે.

 

અમે કૈં રોદણા રડવા નથી લખતા ગઝલ અહિયા,

અમારી પાસ ફૂલો છે ,કળીઓ છે  ને ખંજર છે.

 

વહાવી ખૂન હૈયાનું અમે ફરિયાદ ના કરશું,

અમારી પાસ ધીરજ છે અને હૈયું તવંગર છે.

 

હસી લીધું અમે જુલ્મો તણી તલવારની સામે,

અમારી હામ પણ એવી  ન જાણે કે સિકંદર છે.

 

અમે કોડી અને હીરા મહીં  જોતા નથી કૈં ફર્ક 

નજર છે અમ ફકીરોની,  વફા દિલ આ કલંદર છે.

Advertisements

Responses

  1. […] ગઝલ:કरुણાનો સમંદર છે—મુહમ્મદઅલી વફા […]


શ્રેણીઓ