Posted by: Bagewafa | એપ્રિલ 11, 2011

ગઝલ:સંધાય પણ કયાંથી—મુહમ્મદઅલી વફા

સંધાય પણ કયાંથી—મુહમ્મદઅલી વફા

 

 તૂટી ગયેલી ડાળખી લીલાય પણ ક્યાંથી,

ફૂલો બધાં છે શુષ્ક એ મ્હેકાય પણ ક્યાંથી.

 

 પાછા ભરી દેતે વસંતોના મુલાયમ રંગ,

કાળો મળેલો કામળો રંગાય પણ ક્યાંથી.

 

 જો કે ઘણી પજવી રહી છે દર્દની પ્યાલી,

આ શ્વાસ લેતી લાગણી ધરબાય પણ ક્યાંથી.

  

ચારો તરફ વીંટાયલા છે ધુમ્મસી પર્દા,

આ આંખડી  યારો હવે છલકાય પણ ક્યાંથી

  

કપડું વફા જો હોત તો સાંધી ફરી લેતે,

આ પ્રેમનો પાલવ હવે  સંધાય પણ કયાંથી


Responses

  1. સરસ ગઝલ બની છે જનાબ!
    એકાદ-બે સુધારા બાબતે ધ્યાન દોરવાનું ટાળી નથી શક્તો કે,
    પ્રથમ શેરમાં ડાળકી-ની જગ્યાએ-ડાળખી
    ત્રીજા શેરમાં સ્વાસ-ની જગ્યાએ-શ્વાસ અને ધર્બાય-ની જગ્યાએ -ધરબાય.
    ગુસ્તાખી માફ…!!!

    ઘણો આભાર મહેશભાઈ.
    હમેશા આપની મદદની અપેક્ષા સાથે-
    —વફા.


શ્રેણીઓ

%d bloggers like this: