Posted by: Bagewafa | એપ્રિલ 3, 2011
ગઝલ:ગુલાબની ભીખ માંગે છે –મુહમ્મદઅલી વફા
ગુલાબની ભીખ માંગે છે –મુહમ્મદઅલી વફા
કદી એ રુઆબની ભીખ માંગે છે
પછી એ શરાબની ભીખ માંગે છે
કરી નહિ કમી કદી રકત પીવામાં
કમીનો પિશાબની ભીખ માંગે છે
બધે પ્રથમ- બનવાના કરે હથકંડા
ઘડપણ મહિ શબાબની ભીખ માંગે છે.
લગાવી ચમન મહી આગ એ પાગલ!
હવે તું ,ગુલાબની ભીખ માંગે છે .
કરે એજ દાવા જીવ દયાના પણ,
હોટલે જૈ કબાબની ભીખ માંગે છે
કપાવી બધા ખગોની જ પાંખોને
ખગો પાંસ સુરખાબ ની ભીખ માંગે છે
વફા એ ગુનાહ ખુદના ચિતરવાને
હવે તો કિતાબની ભીખ માંગે છે
શબાબ=યુવાની
મુકતક
કંટકોના હારથી ડરતો નથી
હું તમારા વારથી ડરતો નથી
ધડ ઉપર માઠું હવે ક્યાંછે વફા
જુલ્મની તલવારથી ડરતો નથી
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati kavita, Gujarati Shayri, GujaratiGazhal, GujaratiKavita
લગાવી ચમન મહી આગ એ પાગલ!
હવે તું ,ગુલાબની ભીખ માંગે છે .
કપાવી બધા ખગોની જ પાંખોને
ખગો પાંસ સુરખાબ ની ભીખ માંગે છે
સરસ
ધડ ઉપર માઠું હવે ક્યાંછે વફા
જુલ્મની તલવારથી ડરતો નથી
યાદ
દેખી કબરને ડરતો નથી હું.
શ્વાસો મરણના ગણતો નથી હું.
સાથી છે અંતે મૃત્યુની નગ્નતા,
વસ્ત્રો સમયના વણતો નથી હું.
By: pragnaju on એપ્રિલ 5, 2011
at 5:45 પી એમ(pm)
Amazing, can’t find words to admire… Keep it up.
By: Mohammed Sajid on એપ્રિલ 4, 2011
at 8:43 એ એમ (am)
Dear Mohmadbhai,
Among all contemporary poets, I find your imaginations, similies, examples to be unique, novel and original! I love to read your poems! I find them very original and creative. May God bless you with more poetry ! Nadiad thee maara salame alekum!
Dinesh O. Shah, Ph.D. Founding Director, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, Dharmsinh Desai University, Nadiad, Gujarat, India
By: Dr. Dinesh O. Shah on એપ્રિલ 3, 2011
at 10:08 પી એમ(pm)
મઝા આવી આ ધસમસતી ગઝલ વાંચવાની.
By: himanshupatel555 on એપ્રિલ 3, 2011
at 9:19 પી એમ(pm)
લગાવી ચમન મહી આગ એ પાગલ!
હવે તું ,ગુલાબની ભીખ માંગે છે .
ખૂબ સરસ આગ લગાવીને ગુલાબ્ની ભીખ? ક્યાંથી મળે?
મુક્તકમા ધડ પર માથું હશે કદાચ..
સપના
By: sapana on એપ્રિલ 3, 2011
at 8:24 પી એમ(pm)