Posted by: Bagewafa | માર્ચ 21, 2011

ગઝલ:અશ્આર ખોલું છું—મુહમ્મદઅલી વફા

અશ્આર ખોલું છું—મુહમ્મદઅલી વફા

  

આંખડીના હું કદી દ્વાર ખોલું છું,

જિંદગીના દર્દનો ભાર ખોલું છું

 

લોક સમજે વારતા આ મઝાની,થૈ,

 લાગણીના હું હવે તાર ખોલું છું.

 

ઘાવ તમને મ્હેકતા લાગશે યારો,

બાગમાં ગુલના જ અણસાર ખોલું છું.

 

 ગંધ તમને   આવશે કો’ગઝલ ની સમ,

ઝૂલ્ફની મ્હેક સમ  અશ્આર ખોલું છું

  

બે ઘડી નફરત શગોને જરા રોકો,

પ્યારની હું તોવફા ધાર ખોલું છું

અશ્આર=શેરનું બહુ વચન

  


Responses

  1. સરસ અભિવ્યક્તિ થઈ છે જનાબ!
    બાગમાં ગુલના જ અણસાર ખોલું છું…..વાહ !


શ્રેણીઓ

%d bloggers like this: