Posted by: Bagewafa | માર્ચ 6, 2011

ગઝલ:એક જણ ને જોઉંછું—મુહમ્મદઅલી વફા

એક જણ ને જોઉંછું—મુહમ્મદઅલી વફા

 

હું કદી મારા ચરણને જોઉંછું

તે પછી ઇચ્છા હરણને જોઉંછું

 

શું હશે આ શક્યતાના વૃક્ષ પર

ઝાંઝવા સાથેજ રણને જોઉંછું

 

કેટલો લાંબો હશે મંઝિલ નો પટ

જિંદગી  માથે મરણને જોઉંછું

 

એક આશા જીવતી મજબૂર થઈ

ડૂબતા હાથે  તરણને જોઉંછું

 

આ બધા નિરખે હવે ચારો તરફ

હું ખુદા બસ એક જણ ને જોઉંછું

 

કોણ નફરતની ચણેલી ભીંત જુએ

પ્રેમના વાતાવરણને જોઉંછું

 

નફરત તણાં નાગને નાથો હે દોસ્ત

હું વફા વિષમાંય  મારણ જોઉંછું


Responses

  1. કોણ નફરતની ચણેલી ભીંત જુએ
    પ્રેમના વાતાવરણને જોઉંછું
    દગી માથે મરણને જોઉંછું

    વાહ

  2. salaam wafa saheb,

    its a beautiful ghazal.

    શું હશે આ શક્યતાના વૃક્ષ પર
    ઝાંઝવા સાથેજ રણને જોઉંછું.

    best wishes,
    rasheeda

  3. કેટલો લાંબો હશે મંઝિલ નો પટ
    જિંદગી માથે મરણને જોઉંછું

    વાહ!

  4. […] ગઝલ:એક જણ ને જોઉંછું—મુહમ્મદઅલી વફા […]


શ્રેણીઓ

%d bloggers like this: