Posted by: Bagewafa | ફેબ્રુવારી 13, 2011

મુકતક:ફકીરી–મુહમ્મદઅલી વફા

 
ફકીરી–મુહમ્મદઅલી વફા

  

મળી ગૈ તને પણ  અજબની વજીરી

જિવાયું જિવન પણ લકીરી લકીરી

ભતકતી રહી  જંગલોમા  હવસ પણ

હવે કોણ એને  કહેશે   ફકીરી

 

તણખા ન તોડ તું—મુહમ્મદઅલી વફા 

 

 નથી પૂરો થયો માળો હજી તણખા ન તોડ તું

હજી છે ડાળ આ કુમળી ભલા  એને ન છોડ તું

 હજી આ પાંખ તારી છે અશકત  ના છેડછાડ કર

ધર જરા ધીરજ હજી તું  બક આ બધી ન હોડ તું


Responses

  1. Beautifull


શ્રેણીઓ

%d bloggers like this: