Posted by: Bagewafa | જાન્યુઆરી 3, 2011
ગઝલ:હીર એનું નામ છે—મુહમ્મદઅલી વફા
હીર એનું નામ છે—મુહમ્મદઅલી વફા
ખડકાયલો આ બારણે પાષાણનો સામાન છે
ને આપણા ઘરમાં બધા આ કાચના મે’માન છે
વદવું કદી કૈં હોય તો આ કાન માં કે’જો સનમ
કોઈ ભરોસો ના કરો, દીવાલને પણ કાન છે
ટપકી પડે જે રૂપથી ના એ હકીકત, વંચના
મેળો બધો બેચાર દિન નો તે પછી નાકામ છે
મૂડી ઘણી ઓછી અને વેપાર છે શબ્દો તણો
ગાગાલગા ની આરસી દેનાર સૌ બદનામ છે.
મુસ્તફઇલુન, મુસ્તફઇલુન , મુસ્તફઇલુન હે દોસતો,
(ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા)
છે એ ગઝલમાં સોળ અક્ષરોનો ભલા પયગામ છે.
એ છે રજઝ, માત્રાય અઠ્ઠાવીસ એની છે રહી
હિંદી મહીં એ છંદ રહ્યો, હીર એનું નામ છે.
ના લય મળે ,ના છંદ મળે એને ગઝલ શાને કહો?
મય ગઝલનું ક્યાં મળે? કાણું ભલા એ જામ છે.
મેં ચંદ્રકાન્તને ફરી એમના પેલા બે શબ્દો (ઓનેસ્ટીઅને ઇંટિગ્રીટી)તરફ દોરવા સારું , કહ્યું: તે સિવાય મારો અનુભવ એવો છેકે કોઈ કવિ કે શાયર-વીસ-વીસ-ચાળીસ વર્ષો સુધી પદો લખ્યા કરતો હોય છે,તેમાં કાવ્ય પ્રકારની જેમ છંદ –બેહરનાય લોચા હોય છે,સવાલ એ છે કે એ કવિ કે લેખક ,ચાહે તો ફકત ત્રીસ –ચાળીસ કલાકમાંજ કાવ્ય પ્રકારો તેમ જ છંદશાસ્ત્ર કે અરુઝનું વધુ નહિ તો આવશ્યક એવું પ્રાથમિક જ્ઞાન મેળવી શકે છે.પણ તેમ કરતો નથી.તેનું શુંકારણ હશે? જવાબમાં ચંદ્રકાન્ત માત્ર એકજ શબ્દ બોલ્યા. ‘ઉતાવળ.’….
હા,ઉતાવળ. બધાને સાહિત્યમાં નામના કાઢવાની ઉતાવળ છે.ઇમાનદારી નથી,પ્રમાણિકતા નથી,વાંચન નથી,મનન નથી,અધ્યયન નથી.ઓછી મૂડીએ મોટો વેપલો કરી ધરખમ નફો લેવો છે.વાડાબંધી કે ચમચાગીરી દ્વારા પોતાની સફળતાનાં દ્વારો ખોલવાંછે.તપ નથી કરવું,તપસ્યા નથી કરવી, ………(લેખ વાંચો)
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa
Bahot achche Wafa saahib,..
મૂડી ઘણી ઓછી અને વેપાર છે શબ્દો તણો
ગાગાલગા ની આરસી દેનાર સૌ બદનામ છે.
ખુબ સુંદર ગઝલ અને સૂચન જેઓ છન્દ શીખ્યા વિના જ લ્ખ્યા કરે છે અને પોતાને શાયર માની બેસે છે..તેમને શીખ્વવા જતા જાણકારને પણ ભોંઠા પાદી દેતા તેવા અચકાતાં,શીખ્વા માટેપણ પાત્રતા હોવી ઘટે.
By: Dilip Gajjar on જાન્યુઆરી 4, 2011
at 2:18 એ એમ (am)