Posted by: Bagewafa | જાન્યુઆરી 1, 2011

ગઝલ:કૈં નથી કહેતા—મુહમ્મદઅલી વફા

કૈં નથી કહેતા—મુહમ્મદઅલી વફા

 

તમારી આઁખડીના આ ઇશારા કૈં નથી કહેતા.

થયુઁછે શું હવે આ બોલનારા કૈં નથી કહેતા.

 

અમે આ આંગળીઓ ડાળકીએ જઇ જરામૂકી,

અમારી યાદનાગુલ ખાળનારા કૈં નથી કહેતા.

 

રહીછે ચુપ આ આંખોને હોથે મૌનના ડુંગર

રગે રગમા આ તણખા વાવનારા કૈં નથી કહેતા.

 

બધી અફવા રચાઇછે રહી આ મૌનના ઓઠે,

છતાં એ તહોમતોને ઓઢનારા કૈં નથી કહેતા.

 

કદીતો એક ખામોશી દિયે આખો ભરમ ચીરી,

કદી શબ્દો તણા શ્રુંગ તોડનારા કૈં નથી કહેતા.

 

ગયા ટહુકા,ગયાગીતો,ગયાગુલશન,ગયાફૂલો,

જુઓ બુલબુલ નીઆંખો લુંછનારા કૈં નથી કહેતા.

 

બધા ખામોશછે આજે બધી આંખે દરદભીના,

ગયું છે કોઇ હમણા પણ જનાર કૈં નથી કહેતા.

 

“વફા”મા જિંદગી ની મ્હેક ને ફેલાવવા કાજે

દિલોને ધુપ સળી સમ બાળનારા કૈં, નથી કહેતા.

Click to listen the folowing URL

                                                                                                                                                                 http://www.youtube.com/watch?v=ITezyAgL-sU

                                                                                                                                               (કોને મળું ?-પુ. 139)


Responses

  1. વાહ જનાબ..!
    પરંપરાનાં રંગની સુંદર ગઝલ થઈ છે.
    સરસ.

  2. […] ગઝલ:કૈં નથી કહેતા—મુહમ્મદઅલી વફા […]


શ્રેણીઓ

%d bloggers like this: