Posted by: Bagewafa | ડિસેમ્બર 27, 2010
ગઝલ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા
આ તો સમય નું ઉંટ છે એને વિસામો કયાં મળે,
ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.
<બન્ને તરફ—મુહમ્મદઅલી વફા
શબ્દ ફેરા ખાય છે બન્ને તરફ,
મૌન પણ સચવાય છે બન્ને તરફ.
એમનું ખૂલતું નથી મોઢું હજી,
અર્થ પણ અટવાય છે બન્ને તરફ.
કો ગુલાબી ખ્વાબ ત્યાં આવી ગયો,
તીર અહિ ખૂંપાય છે બન્ને તરફ.
કૈક તો કે’વું હતું ,પણ શું કહે?
જીભ આ થરડાય છે બન્ને તરફ.
હો ભલે ને શાંત આ ચ્હેરા રહે
આગ તો ભડકાય છે બન્ને તરફ.
તું વફા મોઢું હવે ના ખોલતો,
હોઠ બસ કંપાય છે બન્ને તરફ.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Muhammedali Wafa
[…] ગઝ લ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા […]
By: Recent updates of BAGEWAFAGujarati 27hDece..2010 શબ્દ ફેરા ખાય છે બન્ને તરફ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on ડિસેમ્બર 28, 2010
at 5:34 પી એમ(pm)
હો ભલે ને શાંત આ ચ્હેરા રહે
આગ તો ભડકાય છે બન્ને તરફ.
સુંદર ગઝલ..
સપના
By: sapana on ડિસેમ્બર 27, 2010
at 11:24 પી એમ(pm)