Posted by: Bagewafa | ડિસેમ્બર 4, 2010
ગઝલ:પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા
પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા
જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળું
અને એકી ટશે નિરખી રહ્યુંછે આશનુ ટોળું.
હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનું ટોળું.
સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી
જુઓ ને આવજોમાં ખદબદે છે હાથ નું ટોળું.
તમે મેકઅપ કરોછો કે ઉગાડો રૂપની ખેતી
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.
તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.
ઘણું ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી
જુઓ આકાશમા પંખી ઉડે કે પાંખનું ટોળું.
‘વફા’ચંપા તણા ફૂલો તમે વાવીને શુંકરશો
ભ્રમર આવી નહીં શકશે નેફરશે નાગનું ટોળું.
(સૌજન્ય: કોને મળું?પુ.60)
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Shero shayri
સુંદર રચના થઈ છે વફા સાહેબ !
આ શેર તો લાજવાબ થયો છે–
તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું…
અભિનંદન !
By: P Shah on ડિસેમ્બર 6, 2010
at 6:18 એ એમ (am)
તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું. આખી ગઝલ સરસ થઈ છે…
સપના
By: sapana on ડિસેમ્બર 4, 2010
at 10:41 પી એમ(pm)
આખી ગઝલ સરસ છે પણ આ શેર ગમી ગયો.
સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી
જુઓ ને આવજોમાં ખદબદે છે હાથ નું ટોળું.
બરાબર સાચવી લેજો તમારા રૂપની વાડી
તુટી પડશે ભરેલાં ખેતમાં જો તીડનું ટોળું
Babu
By: Babu Patel on ડિસેમ્બર 4, 2010
at 7:20 પી એમ(pm)
જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળું
અને એકી ટશે નિરખી રહ્યુંછે આશનુ ટોળું…………અને
તમે મેકઅપ કરોછો કે ઉગાડો રૂપની ખેતી
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું
આ બન્ને શેર વધારે ગમ્યા આખી ગઝલમાં
By: himanshu patel on ડિસેમ્બર 4, 2010
at 7:07 પી એમ(pm)
તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.
Khub j saras rachana bani chhe.
Kaushik Amin.
By: Kaushik on ડિસેમ્બર 4, 2010
at 9:48 એ એમ (am)