Posted by: Bagewafa | નવેમ્બર 7, 2010

ગઝલ:શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા –

 

શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા

 

 

શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો

અર્થનો સંચાર પણ ખૂટી ગયો.

 

મુખ રાખો બંધ કે ખોલો હવે

ભેદ તો આ આંખથી ઊગી  ગયો

 

શોધવાની ખ્વાબમાં એ ચીજ ક્યાં

આંખમાં  સીધો ભરમ સરકી ગયો

 

હોય ક્યાં એ છાંયડાની  લાગણી

સૂર્ય જ્યાં ઢળ્યો ભલો રૂઠી ગયો

 

પ્રેમના ના પારખા કરશો વફા

હોઠ મીરાંનો ઝહર ચૂસી ગયો

Advertisements

Responses

  1. પ્રેમના ના પારખા કરશો વફા
    હોઠ મીરાંનો ઝહર ચૂસી ગયો
    શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો
    અર્થનો સંચાર પણ ખૂટી ગયો.
    સરસ ગઝલ છે, ભર્ત્રૂહરી બરાબર સામે બેઠા છો, ગમ્યું.આવો મારા કાવ્યો વાંચવા @
    http://himanshupatel555.wordpress.com
    આભાર

  2. મકતાનો શેર ગમી ગયો વાહ!..ખૂબ સરસ ગઝલ..
    સપના

  3. વફાજી,
    મજાની રચના.
    ધન્યવાદ.


શ્રેણીઓ