Posted by: Bagewafa | ઓક્ટોબર 20, 2010

ગઝલ: આખો સમંદર તરે—મુહમ્મદઅલી વફા

આખો સમંદર તરે—મુહમ્મદઅલી વફા

વાદળોની પાંખ પર આખો સમંદર તરે,.

ને હવા આ બાગની  આખી ફસલ  લૈ ફરે.

 

ઘૂવડ તણા કાનમાં  ગીતો   વસંતી નડે,

કોકિલા તો પાનખરના યૌવનો પર રડે.

 

ફૂલની તે ખેવના  ઝાકળના હૈયે વસી,

રાતના મોતી બની  એ   પાંદડીએ ખરે..

 

કંટકોની માવજત આખર સુધી ત્યાં રહી,

ફૂલ તુટ્યાં, ડાળ તૂટી,  મ્હેક આહો ભરે.

 

 તીર પણ આવે કદી મિત્રો તણા હાથ થી,

પણ વફા છાતી મળી પોલાદની,  ક્યાં ડરે?


શ્રેણીઓ

%d bloggers like this: