Posted by: Bagewafa | સપ્ટેમ્બર 19, 2010
ગઝલ:કંડારી શક્યું—–મુહમ્મદઅલી વફા
કંડારી શક્યું—–મુહમ્મદઅલી વફા
રૂપ તારું જે હશે કોઈના ઢાળી શક્યું,
લાખ તૂટ્યા પથ્થરો ના કો’ કંડારી શક્યું.
થૈ ગયા બે ભાન મુસા એકજ કિરણ જ્યાં મળ્યું
પથ્થરો રેઝા થયા કોઈ ના ભાળી શક્યું.
વર્ષો થકી લાગેલ જે અગ્નિ આ હૈયા મંહીં,
કેટલું આ વારિ વરસ્યું, પણ નહિ ઠારી શક્યું.
જ્યાં ખલીલ ઉભા થયા તૌહિદનો દીપક લઈ,
અગ્નિ તે નમરૂદનો ક્યાં એ વદન બાળી શક્યું.
વિષ નફરત તણું વફા કાતિલ કેવું હશે
સ્મિત નું આ વાદળું એને ના ગાળી શક્યું.
રેઝા=ભુકો
મુસા=નબી મુસા (અલૈ)
ખલીલ=નબી ઈબ્રાહીમ (અલૈ)
નમરૂદ=ઇબ્રાહીમ(અલૈ.)ના જમનાનો ઝાલિમ બાદશાહ
તૌહિદ=એકેશ્વર વાદનો સંદેશ
0.205993
0.167542
Like this:
Like Loading...
Related
Posted in ગઝલ | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa
વર્ષો થકી લાગેલ જે અગ્નિ આ હૈયા મંહીં,
કેટલું આ વારિ વરસ્યું, પણ નહિ ઠારી શક્યું.
વિષ નફરત તણું વફા કાતિલ કેવું હશે
સ્મિત નું આ વાદળું એને ના ગાળી શક્યું.
અતિસુંદર…….
આપના બ્લોગ પર ની આ પહેલી મુલાકાત છે…. સાચેજ આપની ગઝલ ખુબ ગમી.
આપની રાહ જોઈશ……
http://piyuninopamrat.wordpress.com/
By: Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) on સપ્ટેમ્બર 21, 2010
at 1:50 એ એમ (am)
વાહ જનાબ….
કાબિલ-એ-દાદ ગઝલ થઈ છે મક્તા તો,લા-જવાબ.
બહોત ખૂબ.
By: ડૉ.મહેશ રાવલ on સપ્ટેમ્બર 19, 2010
at 7:27 પી એમ(pm)
વિષ નફરત તણું વફા કાતિલ કેવું હશે
સ્મિત નું આ વાદળું એને ના ગાળી શક્યું.
વાહ બધાં શે’ર સરસ થયા આ વધારે ગમી ગયો..મારાં બ્લોગમાં સ્મિત વાંચો..
સપના
By: sapana on સપ્ટેમ્બર 19, 2010
at 5:30 પી એમ(pm)
વર્ષો થકી લાગેલ જે અગ્નિ આ હૈયા મંહીં,
કેટલું આ વારિ વરસ્યું, પણ નહિ ઠારી શક્યું…બહોત ખુબ..
પહેલાં શેરમાં ‘કંડાળી’ શબ્દની જગાએ ‘કંડારી’ શબ્દ ન હોવો જોઇએ ? ‘કંડાળી’ ગુજરાતીમાં છે ?
આપનો મત સાચો છે.જોડણી સુધારી લીધી છે.ઘણો આભાર.
વફા
By: devikadhruva on સપ્ટેમ્બર 19, 2010
at 5:17 પી એમ(pm)