Posted by: Bagewafa | સપ્ટેમ્બર 8, 2010

ગઝલ:ઝાંઝવાની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા

 

ઝાંઝવાની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા 

 

આ તમારા બાગમાં  કેવો વિરોધાભાસ છે,

કંટકોના આંગણે ફૂલો તણો પણ વાસ છે.

 

તણખલું એને ગણીને હરદમ ઉવેખો નહીં,

કસ્તુરી જેને કહો છો એ હકીકી ઘાસ છે.

 

એ હવાની છે કરામત1 ફેફસાંમાં જયાં વહે,

જીવતું કે’વાય એ તો જ્યાં સુધી કે શ્વાસ છે.

 

પી જશે કૈ કેટલાએ જિજીવિષાના  સાગરો,

એ રણોના હોઠમાં તો ઝાંઝવાની પ્યાસ છે.

 

હું વફા ઢૂંઢું તને જંગલ અને રણના થરે,

એ ખુદાતો આપણી ઘોરી નસોથી પાસ છે. 

Advertisements

Responses

  1. વાહ જનાબ….
    સુંદર ગઝલ પેશ કરી બહોત ખૂબ….

  2. Dear Wafa Saheb wonderful gazal..Wah kya baat kahi hai..
    એ હવાની છે કરામત1 ફેફસાંમાં જયાં વહે,
    જીવતું કે’વાય એ તો જ્યાં સુધી કે શ્વાસ છે
    હું વફા ઢૂંઢું તને જંગલ અને રણના થરે,
    એ ખુદાતો આપણી ઘોરી નસોથી પાસ છે.

  3. Vafa Saheb,
    Enjoy the whole Gazal….Babu

    એ હવાની છે કરામત ફેફસાંમાં જયાં વહે,
    જીવતું કે’વાય એ તો જ્યાં સુધી કે શ્વાસ છે.

    હું વફા ઢૂંઢું તને જંગલ અને રણના થરે,
    એ ખુદાતો આપણી ઘોરી નસોથી પાસ છે.


શ્રેણીઓ