Posted by: Bagewafa | સપ્ટેમ્બર 4, 2010

ગઝલ:મારા વગર-મુહમ્મદઅલી વફા

મારા વગર-મુહમ્મદઅલી વફા

 

મેં ઘણું જીવી લીધું મારા વગર,

ને ઘણું પામી લીધું તારા વગર.

 

ક્યાં હશે  તે બાળપણનાં છીપલાં,

હું નદી શોધી રહ્યો  ધારા વગર.

 

ફૂલ નહિ તો કાંટાઓ પણ ચાલશે,

આભ આ શોભે નહિ તારા વગર.

 

કાળજું આ વજ્રસમું ના  પીગળે,

આંખના આ અશ્રુઓ ખારા વગર.

 

આ વફાને દોસ્ત હડસેલો નહીં,

ખોટ  વર્તાશે કો’દી એના વગર.


Responses

  1. આ વફાને દોસ્ત હડસેલો નહીં,
    ખોટ વર્તાશે કો’દી એના વગર.

    Yes, true. Wafa will be missed when the Bage Wafa will go silent.


શ્રેણીઓ