Posted by: Bagewafa | જુલાઇ 21, 2010

ગઝલ:વાતમા ને વાતમા-મુહમ્મદઅલી વફા

વાતમા ને વાતમા-મુહમ્મદઅલી વફા

 

એની ખબર પણ નારહી એમની સંગાથમા

આ કાફલા દિલના લુટાયા વાતમા ને વાતમા

 

 જો જાણહો એ શત્રુની બાખબર થૈ જાત હું

હમદરદ સૌ બેસીગયા છે હર ગલી મા ઘાટમા

 

પાલવ બચાવીને સતત એટલાચાલ્યા અમે

તોયે થયા ભીના કદી એ પ્રથમ વરસાદમા

 

આ પાંદડા ખરતાં રહ્યાં રાંક એ જોતો રહ્યો

રોકે હવે પાનખરને કોણ કાળી રાતમાં

 

છે એ વિષય શ્રધ્ધા તણો એ થકી શુભ નીકળે

જુઓ કમળ ખીલી ગયું કાદવોના હાથમા

 

એવું નથીકે એ વફા સાથ કૈં દેતાં નથી

આ કંટકોનો  સાથછે  પુષ્પના  પમરાટમા


Responses

  1. જો જાણહો એ શત્રુની બાખબર થૈ જાત હું
    હમદરદ સૌ બેસીગયા છે હર ગલી મા ઘાટમા

    ghanu sarash…… Keep it up

  2. વાહ જનાબ…!
    બહેતરિન ગઝલ થઈ છે,
    રોકે હવે પાનખરને કોણ કાળી રાતમાં….વાહ !


શ્રેણીઓ

%d bloggers like this: