Posted by: Bagewafa | મે 12, 2010

ગઝલ:પ્યાસે મરતા હરણ પણ જો -મુહમ્મદઅલી વફા

પ્યાસે મરતા હરણ પણ જો -મુહમ્મદઅલી વફા

આ તરફ પણ જો અને તે તરફ પણ જો,

આભથી ઝરતી અગન ને  બરફ પણ જો.

 

હાથમાં લૈ કો ફરે છીપો તણા  છળ

કોક તળિયેથી ઉઠાવે  સદફ પણ જો

 

આમ શું જોયા કરે આનંદનો દરિયો

વેદનાથી ફૂટતા કો’ ઝરણ પણ જો.

 

જિંદગીને  જોઇતેં જે  સહજતાથી,

એ સહજતાથી હવે  આ મરણ પણજો.

 

પ્રેમ નો મસલો હતો  કે’વાય શું  ગયું ?

ગાંડપણ પણ જો અને શાણપણ પણ જો .

 

તું ઘડો લૈ આમ બેસે ક્યાં ‘વફા’ અહિ,

ઝાંઝવા જો, પ્યાસે  મરતા  હરણ પણ જો.


શ્રેણીઓ

%d bloggers like this: