Posted by: Bagewafa | મે 10, 2010
ગઝલ:અંતર કપાય ના—મુહમ્મદઅલી વફા
અંતર કપાય ના—મુહમ્મદઅલી વફા
તે દૂરના ડૂંગર તરફ અમસ્તા જવાયના,
રળિયામણાં એ દૂરથી એને ચહાય ના.
ને સૂરમાં માં તો રમે પથ્થર તણો ભુકો,
એ આંખને ચીરી દિયે જો એ પિસાયના.
આ પ્રેમ પાણી સંગનો છે સાચવી કરો,
તાણી જશે ઉંડાણમાં જો ત્યાં તરાય ના.
રસ્તાય અમને ટ્રેડ મિલ જેવા અહીં મળ્યા,
ચાલ્યેં સતત અહિ આપણે , અંતર કપાય ના
. પીશો વફા એ કેટલું એનો ન તાગ કો,
ઝરણું વફા એ પ્રેમનું એને નથાય ના.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in नजम, એક શેર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, MuhammedaliWafa, Sher, Shero shayri
રસ્તાય અમને ટ્રેડ મિલ જેવા અહીં મળ્યા,
ચાલ્યેં સતત અહિ આપણે , અંતર કપાય ના
લાંબા લાંબા રસ્તા કેમે ય ખૂટે નહીં..આ રસ્તાને લંબાતા જોયા ખૂટતા જોયા નહી..સરસ ગઝલ!
સપના
By: sapana on મે 10, 2010
at 8:30 પી એમ(pm)