Posted by: Bagewafa | મે 3, 2010

ગઝલ:પ્યારમાં મળતો રહું—મુહમ્મદઅલી વફા

ગઝલ:પ્યારમાં મળતો રહું—મુહમ્મદઅલી વફા

 

ને કદી ત્યહવારમાં મળતો રહું,

એ પછી  કૈં પ્યારમાં  મળતો રહું.

 

હું કદી ઇકરારમાં   મળતો રહું

ને પછી ઇઝહારમાં  મળતો રહું

 

એકદમ વિચ્છેદ તો શા કામનો,

હું તને વ્યહવારમાં મળતો રહું.

 

કોક સપનામાં મળે ટૌ’કો મને,

હું સકળ સંસારમાં મળતો રહું.

 

હાજરી તારી બધે બધ છે અહીં,

કોઇપણ વિસ્તારમાં મળતો રહું.

 

એક તું ,બસ એક તું , તું છે ખુદા,

તુજ વફા દરબારમાં મળતો રહું.

Advertisements

Responses

  1. વાહ, ‘વફા’ સાહેબ, વાહ. ગઝલની ખરી મજા કરાવો છો આપ. ગઝલનું ખરું સૌંદર્ય પ્રગટાવવા મથો છો આપ. બાકી, અહીં ગુજરાતમાં તો ગઝલમાં પ્રયોગો થાય છે-પ્રયોગો થાય છે કેમ કે અસલ તો રહી નથી એટલે હવે નકલ થાય છે. ગુજરાતમાં હવે ગઝલ નથી એ સાબિત થઈ ગયું છે.
    ‘મરીઝ’ અને ‘બેફામ’ ની કક્ષાનું લખી ન શકનારા હવે પ્રયોગો કરીને સાહિત્યમાં પોતાની જાતનું ‘સર્વાઇવલ’ કરી રહ્યા છે.
    ‘મરીઝ’ ના નામ પર જેમની કૅસૅટો વેચાઈ છે એવા ગઝલનો ‘ગ’ પણ ન જાણનારાઓએ હવે ‘મરીઝ’ ને ગાવાના બંધ કરી દીધા છે અને બંગલા તાણી બાંધ્યા છે.
    સારી ગઝલ માટે અભિનંદન.
    -જલાલ મસ્તાન ‘જલાલ’ (અમદાવાદ) ૯૮૭૯૧૯૭૬૮૬


શ્રેણીઓ