Posted by: Bagewafa | એપ્રિલ 22, 2010
ગઝલ:સમણાંની શોધ છે—મુહમ્મદઅલી વફા
સમણાંની શોધ છે—મુહમ્મદઅલી વફા
આવ્યાં નહીં એવા હવે સમણાંની શોધ છે
સર્જાય નહિ એવી બધી ગાથાની શોધ છે.
લૈને વહાવી જાય એ દર્દોના ઝાંખળાં
મનને અમારા હેતનાં ઝરણાંની શોધ છે
વસ્ત્રો નથી કૈં ફાવતા ગોપીઓને હવે
સાચું કહું તો એમને કાનાની શોધ છે
વાણો ફરી રહ્યો અહીં દર્દો નો ભાર લૈ
આપી શકે કાંધો જરા તાણાની શોધ છે
હા કોકનું તો એમણે રહ્યું છે કાપવું
નિર્દોષ એવા કોકના માથાની શોધ છે
આપી દિયે જે દિલ થકી દિલને પણ હે વફા
દિલને હવે એવા વફા દાતાની શોધ છે
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, GujaratiKavita
salam, very great poem. it touches the feelings.
By: suleman patel on સપ્ટેમ્બર 5, 2010
at 8:53 પી એમ(pm)