Posted by: Bagewafa | ફેબ્રુવારી 16, 2010

મુકતકો:મુજરા કરાવશો—મુહમ્મદઅલી વફા

મુજરા કરાવશો—મુહમ્મદઅલી વફા

આ હાથમાં ઢેખાળા શોભે નહીં

ઘડપણ મહીં આ ચાળા શોભે નહીં

નિજને  વફા લો સાચવી  હિંમત કરી

ઘોડો જશે તો તાળાં શોભે નહીં

***************************

 શું હવે ઘડપણમાં બધાને નચાવશો

મૌલવી સાહબથી પણ મુજરા કરાવશો

ચીજ કોઈ શેહ શરમ  રહી નથી વફા

બાનકાબી બાનુ કને  ઠુમકા   લગાવશો


Responses

  1. વાહ વફા સાહેબ વ્યંગ પણ કલાત્મક રીતે કર્યો છે.


શ્રેણીઓ