Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2010
કવિતા :આ જીવન—નાઝિમ હિકમત,અનુ.વફા
આ જીવન—નાઝિમ હિકમત
જીવવું એ હસવાનો ખેલ નથી
તમારે ઘણી ગંભીરતાથી જીવવું રહ્યું
એક ખિસકોલીની જેમ
મારું તાત્પર્ય એકે જીવનની ઉપરકે એના વર્તુળની બહાર દ્ર્ષ્ટિપાત કર્યા વગર
મારું તાત્પર્ય એકે જીવવું એ તમારો પૂર્ણ વ્યવસાય હોવો જોઈએ
જીવવું એ હસવાનો ખેલ નથી
તમારે એને ઘણી ગંભીરતાથી લેવું જોઈએ
એટલી હદ સુધી કે
તમારા હાથ તમારી પીઠ પાછ્ળ બંધાયેલા હોવા જોઈએ
અને તમારી પીઠ દીવાલથી
અથવા પ્રયોગશાળામાં
સફેદ કૉટ અને સુરક્ષાના ચશ્માં સાથે
તમે લોકો માટે મોત વહોરી લો
એવા લોકો માટે જેના ચહેરા કદી તમે નિરખ્યા નથી
જો કે તમે જીવવાનું જ્ઞાન ધરાવતા હો!
એ ઘણી વાસ્તવિક ખૂબસૂરત વસ્તુ છે
મારું તાત્પર્ય એકે તમારે જીવનને ઘણું ગાંભીર્યથી જીવવું જોઈએ
અહીં સુધી 70 વર્ષની વયે તમે ઓલીવના વૃક્ષો ઉગાડો
અને તે તામારા બાળકો માટે પણ નહીં
અને કારણકે તમે મૃત્યુથી ડરો છો, જે તમે માનતા નથી
કારણકે જીવન! હું માનું છું કે—સખત વજન ધરા વે છે
– નાઝિમ હિકમત(જાન્યુ.15-1902-જુન2-1962) ટર્કીશ કવિ છે.એ નાટ્ય લેખક ,નવલકથાકાર અને સંસ્મરણોના લેખક પણ હતા.એ એમના લેખનનાં સંગીતમય પ્રહવાહો માટે જાણીતા હતા.અને એમને રોમેંટીક સામ્યવાદી અને રોમેંટીક ક્રાંતિકારીથી પણ ઓલખવામાં આવે છે.એમને એમની રાજકીય વિચારધારા માટે ઘણીવાર પકડવામાં આવ્યા હતા.અને એમની પુખ્ત ઉમર મોટા ભાગે જેલ અથવા હદપારીમાં વીતી છે.એમની કાવ્ય રચનાઓ 50 કરતાં વધુ ભાષાઓમાં અનુદિત થઈ છે.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
આપના પ્રતિભાવ