Posted by: Bagewafa | જાન્યુઆરી 1, 2010

ગઝલ:જૂનો હિસાબ માંગે છે-મુહમ્મદઅલી વફા

 

જૂનો હિસાબ માંગે છે-મુહમ્મદઅલી વફા

બધો જૂનો હિસાબ માંગે છે

અને કોરી કિતાબ માંગે છે

  

ઉઠાવી હાથને દુઆમાં યે

ખુદાથી પણ  અઝાબ માંગે છે

  

ખતાઓ તો હતી બધી એની

અને મુજથી જવાબ માંગે છે

  

ભરીને કંટક મુંજ દામનમાં

જુઓ એતો ગુલાબ માંગે છે

  

ઉજાડી ને અમારું મયખાનું

અમારાંથી શરાબ માંગે છે

 

વિકટ રાહ રણ નો ધરી અમને

વફાથી રોજ બાગ  માંગે છે

Advertisements

શ્રેણીઓ