Posted by: Bagewafa | ડિસેમ્બર 24, 2009
ગઝલ:બંધમુઠ્ઠીમા.—મુહમ્મદઅલી વફા
બંધમુઠ્ઠીમાં.—મુહમ્મદઅલી વફા
જિંદગી જીવાય ગૈ બંધમુઠ્ઠીમાં.,
આબરૂ સચવાય ગૈ બંધમુઠ્ઠીમાં.
બાગમાં શાને ભરો? રોજ આ પે’રો,
ખૂશબૂ રૂંધાય ગૈ બંધમુઠ્ઠીમાં.
તક મળે એને કદી કયાં કણસવાની,
વેદના મુંગાય ગૈ બંધમુઠ્ઠીમાં.
લેખ કૈં હોતા નથી એ લકીરોમાં,
કિસમતો ધર્બાય ગૈ બંધમુઠ્ઠીમાં.
આપણે સાચે વફા ખૂલવું પડયું,
વારતા સંતાય ગૈ બંધમુઠ્ઠીમાં.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri
બંધમુઠ્ઠીમાં રદીફની ભાવમુક્તિને બધા અશઅરમાં બરાબર પ્રગટ કરી છે. Very powerful radeef explored very well.
By: પંચમ શુક્લ on ફેબ્રુવારી 19, 2010
at 7:48 પી એમ(pm)