Posted by: Bagewafa | નવેમ્બર 21, 2009

ગઝલ:પત્તાં તણો આખો મહલ—મુહમ્મદઅલી વફા

પત્તાં તણો આખો મહલ—મુહમ્મદઅલી વફા

 

શાયદ સખે કરેલો આ ગુલોનો વાર છે

મારા હ્રદય  ઉપરતો એ પથ્થરનો ભાર છે

 

ચાલીશ હું કઈ રીતે  ઉઠાવી બોજને

મરા કદમ કદમ પર વરસતા આ ખાર છે

 

વેચી શકું  કઈ રીતે હવે આ રતન ભલા 

મારી મતા  રહી મોંઘી અને  સસ્તું બજાર છે.

 

તોડી  શકાય  ના નાતો સુગંધીઓ તણો

દિલની કળી મહીં તો સહુ ય ખુલ્લા દ્વાર છે

 

તૂટી જતે ભલે પત્તાં તણો આખો મહલ

આ તો વફા ધબકતો લાગણીનો તાર છે

Advertisements

શ્રેણીઓ