Posted by: Bagewafa | ઓગસ્ટ 7, 2009
ગઝલ*આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા

આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા
આ ઝેરનો છે વાટકો પણ એ કહીને દે,
આ જામ તું સાકી મને આખો ભરીને દે.
મારુંજ એમા નામ હશે જોઈ જરા તું લે,
મૃગ જળ ભરેલા સાગરો થોડા હસીને દે.
ડૂબી અમે જાશું અહીં જો ડૂબવાનું હો,
બસ આંખમાં થોડી સુરા આજે ધરીને દે.
એ પણ મને મંજુર છે પીવા મળે મુજને,
તારી ઉપેક્ષાની ક્ષણો મુજને મઢીને દે.
રે’શે વફા આખર સુધી તારી પ્રતીક્ષાઓ,
તું પણ જરા થોડાં વચન આજે ઘડીને દે.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલો વાંચીશ હું શરુથી અંત સુધી.
શરત બસ ગઝલો આવી લખીને દે.
By: શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ on ઓગસ્ટ 7, 2009
at 4:37 પી એમ(pm)