ડૂબવાની શક્યતા રહી—મુહમ્મદઅલી વફા
ઉન્નત વિચારો ઓઢવાની શક્યતા રહી
પાંખો વિના પણ ઊડવાની શક્યતા રહી
આ મન તણા દરિયા મહીં મોતી ઘણાં વસે
પાણી વિના પણ ડૂબવાની શક્યતા રહી
જો હૃદયનાં ખૂણા મહીં નૂર ચમકે જરા
સૂરજ વિના પણ ચમકવાની શક્યતા રહી
ગહેકી કદી જો જાય મનનો આજ મોરલો
વાદળ વિહિણ પણ વરસવાની શક્યતા રહી
સંસ્કારની ખૂશ્બૂ થકી જગને ભરી દિયો
ફૂલો વિના પણ મ્હેકવાની શકયતા રહી
આ મયકદાનો તું વફા થાતો નહીં અસીર
સાકી વિના પણ ઝૂમવાની શક્યતા રહી
Nice gazal.
Sapana
By: sapana on જુલાઇ 5, 2009
at 5:49 પી એમ(pm)