Posted by: Bagewafa | જૂન 22, 2009

ગઝલ*ખીલી શકાય ના-મુહમ્મદઅલી વફા

 

ખીલી શકાય ના-મુહમ્મદઅલી વફા

 

ઘણી વારે   ઘણું ટૂંકું , છતાં અંતર  કપાય ના

સપાટી પર  મિલન માટે  પગથિયું તો ચણાય ના

 

હજી હાથો મળે છે રોજ પણ સ્પર્શ નથી થતો

અને એ હોય સામે પણ છતાં યે  મળાય ના

 

 ઘણી વારે  બને એવું  હૃદય દરિયો   પિયે અશ્રુ

અને આ આંખડી સુક્કી રહે,   ભીની થવાય ના

 

 ચમનની એ કળીની વેદના કોના  દિલે વસે

જમાનો ગુલ થવાનો હો , અને ખીલી  શકાય ના

 

 વફા કેવી હશે એ વેદના  તીર વાગવા પછી

હરણ દોડી નથી શકતું  અને આહો ભરાય ના

 


Responses

  1. “વફા કેવી હશે એ વેદના તીર વાગવા પછી
    હરણ દોડી નથી શકતું અને આહો ભરાય ના”
    વાહ, વફા સાહેબ, ઘણી સુંદર ગઝલ
    – હનીફ દેસાઇ


શ્રેણીઓ

%d bloggers like this: