Posted by: Bagewafa | જૂન 14, 2009

ગઝલ*દર્દના ભારા વગર—મુહમ્મદઅલી વફા

 

દર્દના ભારા વગર—મુહમ્મદઅલી વફા

 

હા હવે તારા વગર પણ ચાલશે

દર્દના ભારા વગર પણ ચાલશે

  

ચાંદની દર્દો તણી વરસી  પડી

રાતના તારા વગર પણ ચાલશે

 

ઝાંઝવામાં  જીવવું ફાવી ગયું

આ નદી નાળા વગર પણ ચાલશે

 

બંદગી મકસદછે તારી હે  ખુદા

ગુમ્બદ મિનારા વગર પણ ચાલશે

 

ડૂબવું છે તો ડૂબીજા   મન મહીં

સાગર કિનારા વગર પણ ચાલશે

 

એકલાની મંઝિલો એતો વફા

ફોકટ સહારા વગર પણ ચાલશે

 

Advertisements

Responses

  1. એકલાની મંઝિલો એતો વફા
    ફોકટ સહારા વગર પણ ચાલશે

    khub j sars line……

    visit my blog and leave comment pls……

    http://www.aagaman.wordpress.com

    Mayur

  2. સરસ રચના. ધન્યવાદ.

  3. એકલાની મંઝિલો એતો વફા
    ફોકટ સહારા વગર પણ ચાલશે

    kya baat hein!

  4. બંદગી મકસદછે તારીઓ ખુદા
    ગુમ્બદ મિનારા વગર પણ ચાલશે

    સરસ ગઝલ.


શ્રેણીઓ