Posted by: Bagewafa | જૂન 2, 2009

ગઝલ*દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા

Rasto

દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા

 

કદી મળ્યો જરા મોકો બધા એ સાથ આપ્યો છે

જરા બળતું હતું દિલમાં  હવા એ સાથ આપ્યો છે

 

અમે રખડી પડેલા જ્યાં   કદી જંગલ અને વગડે

અમોને એ ભટકવામાં દિશા એ સાથ આપ્યો છે.

 

બિમારી તો હતી   એવી વિના ઉપચાર  પણ મટતે

જરા એને વિલંબ દેવા દવા એ  સાથ આપ્યો છે

 

જરા આવી અને ચાલી ગઈ  ખૂશ્બૂ   વસંતોની

સતત આ કંટકો  જોવા  ખિઝાં એ સાથ આપ્યો છે

  

મળી અમને  ‘વફા’ સિધ્ધી  બધો યશ  જાય મિત્રોને

બિછાવી કંટકો રસ્તે   સદા એ સાથ આપ્યો છે


શ્રેણીઓ

%d bloggers like this: