Posted by: Bagewafa | મે 15, 2009
ગઝલ*ઈચ્છા હરણને જોઉં છું —મુહમ્મદઅલીવફા

ઈચ્છા હરણને જોઉં છું —મુહમ્મદઅલીવફા
એક પળ મારા ચરણને જોઉં છું
તે પછી ઈચ્છા હરણને જોઉં છું
વિશ્વ આખું જીતવું છે કોઈ દિન
ઘાત માં હસતા મરણને જોઉં છું
ઝાંઝવાનુ રાજ છે આખા રણ મહિ
આશના ઝાંખા ઝરણને જોઉં છું
છીપમાં દરિયો ઉછળતો યાદોનો
રેતથી ખરતા સ્મરણ ને જોઉં છું
છે નિરવ આ રાતની અંધારી ક્ષણ
ને વફા હું એક જણને જોઉં છું
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
waaah !!
very nice …….
By: Pinki on મે 22, 2009
at 12:28 પી એમ(pm)
Dear Mohmmadbhai,
I really liked your following four lines.
They are loaded with nector of poetry.
With best wishes for many more such
gazals !
ઝાંઝવાનુ રાજ છે આખા રણ મહિ
આશના ઝાંખા ઝરણને જોઉં છું
છે નિરવ આ રાતની અંધારી ક્ષણ
ને વફા હું એક જણને જોઉં છું
Dinesh O. Shah, Ph.D.
Gainesville, Florida, USA
By: Dr. Dinesh O. Shah on મે 22, 2009
at 10:14 એ એમ (am)
saras ghzal che.
છીપમાં દરિયો ઉછળતો યાદોનો
રેતથી ખરતા સ્મરણ ને જોઉં છું best lines!!
Sapana
By: sapana on મે 22, 2009
at 9:23 એ એમ (am)
Dear Wafa whole gazal is nice kin kin shero pe daad du ? yaad karenge kal ham aapko blackburn Mushaireme…regards Dilip
By: Dilip Gajjar on મે 16, 2009
at 3:26 પી એમ(pm)