તડપી નહીં શકયા—મુહમ્મદઅલી વફા
બેચેન તો થોડા થયાં તડપી નહીં શકયા
એ આપણા પ્રસંગને ઉજવી નહીં શકયા
મઝધાર માં પ્હોંચ્યાં અને પાછાં વળી આવ્યાં
જ્યાં ડૂબવા જેવું હતું ડૂબી નહીં શકયા
કૈ આપલે તો થૈ ઘણી શબ્દો તણા રાગે
આ લાગણીનાં તારને જોડી નહીં શકયા
ચમકારથી અંજાયને સંઘળાયલા રહ્યાં
એ ફટકિયાને આપણે ફોડી નહીં શકયા
પ્હોંચી જતે ત્યાં આપણે દિલના મનોરથ લૈ
કપરા ચઢાણે આપણે દોડી નહીં શકયા
એ કેફમાં શાયદ વફા ભેરણ થયું હશે
પીધી ઘણી તોયે અમે લથડી નહીં શકયા
કૈ આપલે તો થૈ ઘણી શબ્દો તણા રાગે
આ લાગણીનાં તારને જોડી નહીં શકયા
very good message in this vers…well done wafa..
By: Dilip Gajjar on મે 2, 2009
at 7:35 એ એમ (am)