Posted by: Bagewafa | એપ્રિલ 21, 2009

વરસાદી લિલિ—રિલ્કે(20મી સદીમાં જર્મન ભાષાનો શ્રેષ્ઠ કવિ)

વરસાદી લિલિ—રિલ્કે(20મી સદીમાં જર્મન ભાષાનો શ્રેષ્ઠ કવિ)

 

મારું સંપૂર્ણ જીવન મારું છે

પણ જે પણ આવું વદે

એ મારા અનંત વિશ્વને મારાથી વંચિત કરે છે

પાણીનાં તરંગો,આકાશના રંગની આભા

એ સમગ્ર મારું છે

મારું જીવન હજી તેજ છે

કોઈ ઇચ્છા મને ખુંદતી નથી

હું પરિ પૂર્ણ છું

હું ,મારા અસ્તિત્વને નકારાત્મકતાથી બાધિત નથી કરતું

મારા આત્માનાં  દૈનિક લયમાં

હું, ઇચ્છાઓને રમાડતું નથી

હું, પ્રયાણ કરી ચૂક્યું છું

મારા આ પ્રયાણમાં

મારા સામ્રાજ્યને ક્રિયાશીલ કરું છું

મારા રાત્રિના સ્વપ્નોને સાકાર કરીને

પાણીનાં  તળિયે મારા દેહને

હું, અરીસાઓથી આગળ આકર્ષું છું

(અંગ્રેજી પરથી અનુવાદ:વફા)


શ્રેણીઓ

%d bloggers like this: