અંધકાર—મખદૂમ મોહ્યુદ્દીન(ક્રાંતિકારી ઉદૂ કવિ))
રાત્રિના હાથમાં એક ભિક્ષા પાત્ર
આ ચમકતા સિતારઓ,અને અને આનંદિત ચન્દ્ર
પ્રકાશને ભિક્ષામાં માંગીને રોશનીમાં મગ્ન
આજ દુલ્હનનુ પહેરણ છે, અને એજ છે એનું કફન
આ અંધકારમાં મૃત :પ્રાય: દેહોની કરાહટ
તે અઝાઝીલ(શૈતાન)ના શ્વાનોનો શિકાર પ્રદેશ
તે સંસ્કારિતાના જખમો
ખાઈઓ
વાડના તારો
વાડના તારોમાં ફસાયેલા મનુષ્યનાં શરીરો
અને મનુષ્યના શરીર પર બેઠેલા ગીધો
તે તડપતા માથાઓ
મૃતકો ,હાથ ,પગ કપાયેલા
લાશના ઢાંચાઓમાથી આરપાર
ઠંડી હવા
અફસોસ,અજંપો અને ફરિયાદ કરતી
રાત્રિના સન્નાટામાં,રૂદનની ચીસ
કદી બાળકોની કદી માતાઓની.
ચન્દ્ર,તારાઓનો માતમનો શોર
રાત્રિના મસ્તકે ઝળુંબતુ દુ:ખી સિતારાઓનું ટોળું
આ બધું આનંદ ના સૂર્યોદય સુધી છે
રાત્રિની પાંસે અંધકાર વિના કશું નથી
રાત્રિની પાંસે અંધકાર વિના કશું નથી
(ઉર્દૂ પરથી અનુવાદ—મુહમ્મદઅલી વફા)
આપના પ્રતિભાવ