Posted by: Bagewafa | એપ્રિલ 9, 2009

ગઝલ:જરા કાંટા સુધી આવો—મુહમ્મદઅલી વફા

જરા કાંટા સુધી આવો—મુહમ્મદઅલી વફા

 

 

ખિલેલા પુષ્પનાં હૈયા તણીં ગાથા સુધી આવો

અમારી મ્હેકને  લેવા  જરા કાંટા સુધી આવો

 

 

વળાવો છો તમે અમને  સુકી આંખે સતત દિલબર

કદી આવો , અમારા દિલતાણા  ઝાંપા સુધી આવો

 

 

ખબર જો દૂરથી  મળશે  નથાશે કોઈ પસ્તાવો

અમોને ડૂબતા જોવા કદી કાંઠા સુધી આવો

 

 

રહીને દૂર કરશો ક્યાં સુધી આ અટક ચાળા

કદી તો દ્વારથી ઝાંખો, કદી રસ્તા સુધી આવો

 

 

બધાયે જામ છલકાઈ પહોંચ્યા છે  છિપિત હોઠે

કદી બેચાર બુંદો તો  અહીં તરસ્યા સુધી આવો

 

 

ઉઘાડી આંખથી  મળવું હવે તો શક્ય પણ ક્યાં છે

બનેતો બસ  મિલન કાજે  જરા સપના સુધી આવો

 

 

વફા આ દૂરના ડુંગર થકી શાને  નિહાળો છો

કદી તો આવરણ છેદી  જરા  હૈયા  સુધી આવો

Advertisements

Responses

  1. ઉઘાડી આંખથી મળવું હવે તો શક્ય પણ ક્યાં છે

    બનેતો બસ મિલન કાજે જરા સપના સુધી આવો

    Waaah….Waaah !

  2. સરસ રચના. ધન્યવાદ

  3. Waaah. shu vat chee. ghazab Wafa saheb. maja aavi gai.

  4. ખબર જો દૂરથી મળશે ન થાસે કોઇ પસ્તાવો
    અમોને ડૂબતા જોવા કદી કાંઠા સુધી આવો…..

    ખૂબજ સરસ્…… દીલ ની વાતો લખો છો મુરબ્બી……

  5. Vaah Vaah,

    Khub Sundar.

    Are you interested to post your gazals on http://www.gujaratikavita.com?

    Thanks and keep writing.


શ્રેણીઓ