ગઝલ
અજમાવી લે હવે—મુહમ્મદઅલી વફા
બાકી રહેલો વાર ,અજમાવી લે હવે
છેલ્લી બચી છે જાળ, અજમાવી લે હવે
બાકી પડેલા શ્વાસ ના કોઈ છીનવે
જે કૈં મળે હથિયાર , અજમાવી લે હવે
થોડી ઉતાવળ તો હવે કરવી બસ રહી
બચ્યા દિવસ બેચાર, અજમાવી લે હવે
જે રાગમાં ગાવું પડે ગાઈ લે જરા
તૂટે વિણાનાં તાર, અજમાવી લે હવે
ફૂલો થયાં કુરબાન ખૂશ્બૂ ને વેરવા
બાકી હવે છે ખાર ,અજમાવી લે હવે
ને થૈ જશે થોડી કસોટી તુજ રંગની
ઉતરે વફાનો ભાર, અજમાવી લે હવે
જે રાગમાં ગાવું પડે ગાઈ લે જરા
તૂટે વિણાનાં તાર, અજમાવી લે હવે
આ છે ગઝલ વાફા ની ઓ બેવફા સમજ
છે આ’માં ટૂંકો સાર, અજમાવી લે હવે
By: રઝિયા મિર્ઝા on માર્ચ 21, 2009
at 5:05 એ એમ (am)