રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ(અરબી કવિ)
(અછાંદસ)
રીટા અને મારી આંખો વચ્ચે
એક બંદૂક ઊભી છે
જે કોઈ પણ રીટાને ઓળખે છે
તે ઘુંટણિયે પડી પ્રાથના કરે છે
તે મીઠાશ ઘોળેલી આંખ ના દેવત્વ માટે
અને મેં રીટાને ચૂમી
એની મુગ્ધા અવસ્થામાં
અને મને એની સ્મૃતિ છે કે તે કેવી રીતે તેનું આગમન થતું
અને તેના રેશમી ઝૂલ્ફોને માર હાથ વીંટળાય જતા
અને હું રીટાને સ્મરું છું
અમાર વચ્ચે લખો ચકલીઓ અને પ્રતિબિંબો હતા
અને ઘણા મિલન સ્થળો
બંદૂકથી વિંધાયલા
રીટાનું નામ મારા માટે મારા મોઢામાં ગળપણ હતું
રીટાનો દેહ મારા રક્તમાં લગ્નસમારોહ હતો
અને હું રીટામાં બે વર્ષ ખોવાયલો રહ્યો
અને એ બે વર્ષો સુધી મારા હાથો પર સુતી રહી
અને અમે વચનો લીધાં
સુંદર સુરાની પ્યાલીઓના ટકરાવ સાથે
અને અમે અમારા હોઠની સુરાની અગ્નિમાં ખાખ થઈ ગયાં
અને ફરી અમે પુનર્જન્મ લીધો
આહ,રીટા!
આ બંદૂક તારી અને મારી આંખ વચ્ચે શું કરી શકત?
એક કે બે અલ્પ નિંદ્રા, અથવા મધુ રંગના વાદળો
એક સમયે
આહ! તે સંધ્યાની શાંતિ
એક સવારમાં મારો ચન્દ્ર ,કોઈ દૂર સ્થળે હિજરત કરી ગયો
પેલી મધુ રંગોની આંખો પ્રતિ
અને નગરમાંથી બધા ગીતકારો બહાર ફેંકાય ગયા
અને રીટા!
રીટા અને મારી આંખો વચ્ચે
પેલી બંદૂક.
(અંગ્રેજી પરથી અનુવાદ-વફા)
ખુબ જ સ્રસ રચના છે.
By: HANIF on ફેબ્રુવારી 24, 2009
at 12:30 એ એમ (am)