Posted by: Bagewafa | ફેબ્રુવારી 18, 2009

ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા

boyplayskull

 ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા

 

લોકો અહીંના કેટલા  માયાળુ . થઈ .ગયા

ભૂખ્યો ન  મરું હું એટલે તો વિષ દઈ ગયા

 

 

મારી કને તો ક્યાં હતું કોઈ પણ રમકડું

મારા પિતાની ખોપરી મુજને  ધરી ગયા

 

 

એ વારતાનો સાર બસ રહ્યો  છે એટલો

કાદવ બધો રહ્યો અને  પાણી વહી ગયા

 

 

મઝધારમાં જયારે હતા જોખમ ઘણું હતું

 

આવી કિનારે એ બધા મોજાં શમી. ગયા

 

 

ખોવાયલો હું તો હતો  મારા સફર મહીં

લોકો ચરણ  પર મૃત ગણી ફૂલો ધરી ગયા.

 

નાહક હવે ડરશો નહીં એ રંગથી વફા

સર્પો બધા ચાલ્યા ગયા લિસોટા રહી ગયા

 

 

Advertisements

Responses

  1. touch my heart.

  2. એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
    fun_4_amdavadi-Gujarati
    [http://groups.yahoo.com /group/Fun_4

    _Amdavadi_Gujarati ] છે, [members 26000] ,એમા આપ જયારે

    -જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા

    રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે! [

    અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.]
    થેંક યૂ!
    અહીં આવવામા મદદ મળી ફન એન ગ્યાન ગુજરાતી ટુલબારની:
    http://funngyan.com/toolbar


શ્રેણીઓ