Posted by: Bagewafa | ફેબ્રુવારી 16, 2009

ગઝલ: શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા

ગઝલ: શ્વાસ ચીતરેમુહમ્મદઅલી વફા

 

             

કેટલીછે એમની અવકાત, ચીતરે

ભીંત પર એ વિણ કહી બસ વાત ચીતરે

 

હોય ક્યાં સાચા કદી એ રંગ  એમના

જાત કાચીંડા તણી સો ભાત ચીતરે

 

તોડવા કાજે  અહમ્ સૂરજ તણો અહીં

એ ધરા પર રંગ કાળો રાત ચીતરે

 

રકતની હોળી હમેશા ખેલવા અહીં

ખંજરોની પીઠ પર એ ઘાત ચીતરે

 

એક તીક્ષણ સોયથી ફૂટી જશે એતો

દેહના ફુગ્ગા ઉપર ક્યાં શ્વાસ ચીતરે

 

 

Advertisements

શ્રેણીઓ