Posted by: Bagewafa | ફેબ્રુવારી 10, 2009

નઝમ: આ આખરી દીદાર છે–મુહમ્મદઅલી વફા

  asimlastmoment

ગઝલ: (નઝમ)  આ આખરી દીદાર છે–મુહમ્મદઅલી વફા

 

 આ આંખ અશ્રુ ધાર છે

 ભીના કફનના તાર છે

ને મૌનની દીવાર છે

                            ક્યાં તે  હવે રણકાર છે

                          આખરી દીદાર છે

 

દિલ મોત પર તારા રડે

ને અશ્રુનાં   જામો ભરે

 બસ યાદના  દીપક જલે

                  જો મોતનો અસવાર છે

                  આખરી દીદાર છે

 

 ત્યાં આખરી  ચાદર ઢળે

ને આ જનાઝે ગુલ ચઢે

જો આભથી રહેમત ખરે

             બસઆખરી  અણસાર છે

            આખરી દીદાર છે

 

આ આંખ કયાં  ખુલ્લી રહી

કોઈ મતા   શોધી રહી

ક્યાં આવશે   કબરો   મહીં

              તુજ   રબ તણો દરબાર છે

          આ    આખરી દીદાર છે

તુજ રબ તણી લીલા બધી

આ સાગરે જીવન તણી

કૈં  કેટલા  દિલમાં ચણી

 

તુજ આખરી દીદાર છે

          આસિમ સુબેદાર છે

(તા.5ફેબ્રુ.જુમેરાત2009 10.00વાગ્યે સાંજના જ.આસિમ રાંદેરેનાનિ:ધન પરતા.9ફેબ્રુ.209ના રોજ લિખિત)

Advertisements

Responses

  1. સરસ નઝમ… અભિનંદન.

  2. તુજ રબ તણી લીલા બધી
    આ સાગરે જીવન તણી
    કૈં કેટલા દિલમાં ચણી

    તુજ આખરી દીદાર છે
    આ આસિમ સુબેદાર છે
    Wafa’s Wonderful Tribute
    to Asim Subedaar

  3. આ આખરી દીદાર છે.સરસ નઝમ .


શ્રેણીઓ