Posted by: Bagewafa | ફેબ્રુવારી 9, 2009

કાશી નગરકા ફકીર: નઝીર બનારસી

કોમી એકતાઅને ગંગા-જમની સંસ્કૃતિના પ્રણેતા ઉર્દૂ કવિ નઝીર બાનારસીની સ્મૃતિમાં કાશીમાં એક બેઠક

કુછ મુસલમાન હૈ જિન્હેં શક હૈ હિન્દુ તો નહીં

હિન્દુઓંકો તો યકીં હૈ મુસલમાન હૈ નઝીર

આ શેરના સર્જક અને હિન્દુ મુસ્લિમ એકતાના મહાન હામી અને પ્રખર કવિ નઝીર બનારસીની એક સોમી વર્ષગાંઠ પર બનારસમાં એક મિલન ગોઠવાયું હતું.જે મિલનમાં એમના પ્રશંસકોએ કહ્યું કે , કોમી વૈમનસ્ય અને અલગતાવાદથી પીડાતા  જમાનામાં  , નઝીર બનારસીની નઝમો અને રચનાઓ આવા યુગથી છુટકારો અપાવનારી અને મલમનો કામ કરેછે. એકતા અને સુમેળનો માર્ગ સરળ બાનાવે છે.નઝીર અહમદ ઉર્ફે નઝીર બનારસી નો જન્મ બનારસની પાંડેહવેલીમાં 25નવેંમ્બર1909માં તે વખત મશહુર હકીમ નુરમોહમ્મદના ઘરમાં થયો હતો.એમનેએ વંશીય રીતે હકીમ હોવાની સાથે વંશીય બાનારસી  હોવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત હતું.

 આરંભ કાળમાં નઝીર સાહેબે તબીબી વ્યવસાય અને કાવ્ય સર્જન બન્ને કામ સાથે નિભાવ્યાં.અને તે પછી .એમની શાયરી આગળ નીકળી ગઈ,અને ઔષધોપચાર પાછળ રહી ગયો..અને તે દેશના ઉચ્ચકક્ષાના શાયર બની ગયા.

ફકતબાર- તેર વર્ષની નાની વયે એમણે પ્રથમ નઝમ રચી, ને સંભળાવેલી.તે પછી એમનું કાવ્ય ગગન ઉંચાઈઓમાં વિહરતું અને વિસ્તરતું ગયું.

નઝીર બાનરસી શાયરીને ફકત સાહિત્ય નહીં ,દેશની પણ એક મહા સેવા સમજતા હતા.આજથી પચાસ વર્ષો પહેલાં પણ નઝીર સાહેબ ગંગાની અસ્વચ્છતાથી ઘણાં દુ:ખી હતા.એમણે પોતાની વેદના આ રીતે કાવ્યમાં વ્યકત કરી.

   

ડરતાહું રૂક ન જાયે કવિતાકી બહતી ધારા

મૈલી હૈ જબસે ગંગા મૈલા હૈ  મન હમારા

કીસ આઈનેમેં દેખે મુંહ ચાંદ તારે

ગંગાકા સારા જલ હો જબ ગંદકીકા મારા

એમને દેશના નવલોહિયાઓને ગંગાને પવિત્ર અને ચોક્ખી કરવાની હાકલ કરેલી.

   નઝીર સાહેબે કોઇ પણ સંગઠન સાથે કદી ઘરોબો રાખ્યો નહીં.એમણે પોતાના સમસ્ત કલામમાં પ્યાર અને મહોબ્બતને અગ્રિમતા આપી .એમને પોતાની શાયરીમાં ખુલ્લા મનથી લખ્યું છે.

મેં બનારસકા નિવાસી કાશી નગરકા ફકીર

હિન્દકા શાયર હું શિવજીકી રાજધાની કા સફીર

લેકે અપની ગોદમેં ગંગાને પાલા હૈ મુઝે

નામ હૈ મેરા નઝીર ઔર નેરી નગરી બેનઝીર

બેનઝીર-બીન તુલનાત્મક

એક મુસલમાન શાયર પોતાની થકાવટ દૂર કરવા માટે, જે જ્ગ્યાની શોધ આદરતો હતોતે ઘણું ધ્યાન દર્શક છે.

ઘાટ પર મંદિરોકે સાયેમેં બૈઠ કર દૂર કરતાહું થકાન

 

(ઈંકિલાબ-અનુ.વફા)


શ્રેણીઓ

%d bloggers like this: