Posted by: Bagewafa | ફેબ્રુવારી 4, 2009

હૃદયનું પરિમાણ—નિદા ફાઝલી

હૃદયનું પરિમાણ—નિદા ફાઝલી

  

નાસી છૂટતું પ્રભાત 

જાગ્રત રાત્રિઓ

અજાણ પ્રવાસી

દિશા વિહીન માર્ગો

          કાયાથી દૂર

          દેહના ચરણો

          પોતાની દ્ર્ષ્ટિથી

          અલગ આંખો

હ્રદય ત્રાજવું

દિમાગ વ્યપારી

મુખની અંદર

જીભ બજારી

                બિન આવશ્યક

                આવશ્યકતાઓની ગણતરી

                મનુષ્ય મનુષ્યથી

                વ્યપારીકરણ

                સર્વે દિશાએ

                યંત્રોનો ઘોંઘાટ

                અને ઘરમાં

                ધરતી હાટ બની રહી છે

 

 

 (મૂળ ઉર્દૂ પરથી અનુવાદવફા)


શ્રેણીઓ

%d bloggers like this: