Posted by: Bagewafa | ફેબ્રુવારી 1, 2009

અનિષ્ટતાનું મહોરું- બ્રેટોલ્ત બ્રેખ્ટ(જર્મન કવિ)

અનિષ્ટતાનું મહોરું- બ્રેટોલ્ત બ્રેખ્ટ(જર્મન કવિ)

 

મારી ભીંત પર એક જાપાની શિલ્પ લટકી રહ્યું છે

એક અનિષ્ટ પિશાચનું શિલ્પ

સોનાના પાણીથી મઢેલું

હું એને દયાજનક રીતે નિહાળું છું

એના કપાળની સૂજેલી નસો

એની ચાડી ખાય છે કે

અનિષ્ટ હોવું એ કેટલું કષ્ટ દાયી છે

 

 

સવારે અને રાત્રિ સમયે વાંચવાની કવિતા.

 

મારા પ્રેમે મને કહ્યું છે કે

મારી એને ઘણી જરૂરત છે

એટલા માટે હું મારી જાતની પૂરતી કાળજી લઉં છું

એની તકેદારી રાખું છું કે હું કયાં કયાં જાઉં છું

મને એની ભીતિ રહ્યા કરે છે કે

કદાચ વર્ષાનું એક ટીપું મારી જિંદગીને

ખતમ કરી ન નાંખે

(અનુવાદ:વફા)

Advertisements

શ્રેણીઓ