ચરણ શોધે છે—મુહમ્મદઅલી વફા
હવે એ રોજ યાદોના રણ શોધે છે
અને ભુંસાયલા એના ચરણ શોધે છે
સમયની આગ પણ જાશે શમી નિશ્ચે
નકામો કેમ પાણી શરણ શોધે છે.
ફરેછે લોક પાણીની પરબ સાથે
હવે તો ઝાંઝવાં પણ હરણ શોધે છે.
કળીને સાથ મળ્યો છે હવાઓનો
ગુલો ઈચ્છાતણાં આવરણ શોધે છે
સમયના જંગલે છૂપાઇને રહ્યો.
તને ચિંતા ‘વફા’ કે મરણ શોધે છે.
આપના પ્રતિભાવ